બ્લેકમેઇલિંગના ભયાનક ખેલમાં ખેડૂતે ગુમાવ્યો જીવ!
બ્લેકમેઇલિંગના ભયાનક ખેલમાં ખેડૂતે ગુમાવ્યો જીવ!
Published on: 20th June, 2026

ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને હનીટ્રેપની ઘટનાઓ વધી રહી છે. અમરેલી જિલ્લાના એક ખેડૂતે બ્લેકમેઇલિંગના ભયાનક ખેલમાં ફસાઈને જીવ ગુમાવ્યો. સાવરકુંડલાના લીખાળા ગામના ખેડૂત હિંમત સુહાગીયાએ હનીટ્રેપમાં ફસાઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસનો એક આરોપી રોહિત વેકરીયા પોલીસના સંકજામાં આવ્યો છે, જ્યારે 'હિના' નામની મુખ્ય આરોપી અને અન્ય સાગરીતોને પકડવાની કવાયત શરૂ છે.