રાજકોટના વ્યાજખોરો પાસેથી 90 પીડિતોનો 1 કરોડનો મુદ્દામાલ પરત અપાયો
રાજકોટના વ્યાજખોરો પાસેથી 90 પીડિતોનો 1 કરોડનો મુદ્દામાલ પરત અપાયો
Published on: 26th August, 2026

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે ગોંડલના વાસાવડ ગામના બે વ્યાજખોરો, સોહિલ અને ઇરફાન પાસેથી 90 પીડિતો પાસેથી પડાવેલો 1 કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો. આ વ્યાજખોરો વધુ વ્યાજ વસૂલી અને ધાક-ધમકીથી લોકોને હેરાન કરતા હતા. એક પીડિતની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. કુલ 27.48 લાખના સોનાના દાગીના, 49.31 લાખની ચાંદી, જમીન-મકાનના દસ્તાવેજો, વાહનો અને છ કોરા ચેક મળી કુલ 29 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરાયો. આ મુદ્દામાલમાં 180 ગ્રામ સોના, 19 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.