પોરબંદરમાં મારામારી-લૂંટ કેસ: 3 આરોપી ઝડપાયા, ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું, મુખ્ય આરોપી ફરાર.
પોરબંદરમાં મારામારી-લૂંટ કેસ: 3 આરોપી ઝડપાયા, ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું, મુખ્ય આરોપી ફરાર.
Published on: 19th March, 2026

પોરબંદરમાં મારામારી અને લૂંટના ગુનામાં ઉદ્યોગનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યુ. મુખ્ય આરોપી વિજય બાપોદરા ફરાર છે. ગત તારીખ 16 માર્ચ, 2026ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. ફરિયાદી રામદે પરમારની ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રો સાથે બોલાચાલી કરી, માર માર્યો અને આઈફોન છીનવી લીધો. પોલીસે BNS કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.