વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ
Published on: 21st June, 2026

વડોદરાના વડસર ગામ ગોચરની જગ્યામાં તથા વિશ્વામિત્રી નદીના કોતરમાં ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મહિલા બૂટલેગરને ઝડપી પાડી પોણા બે લાખનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો. વડસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલા દારૃના દૂષણથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા. જે અંગે વારંવાર ફરિયાદો થતી હતી. માંજલપુર પોલીસે તપાસ શરૃ કરી હતી.