વ્યાજખોરના ત્રાસથી વડોદરામાં રિક્ષાચાલકનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી વડોદરામાં રિક્ષાચાલકનો આપઘાત
Published on: 21st June, 2026

વડોદરા માંજલપુરના વ્યાજખોર મિહિરના ત્રાસથી કંટાળીને અટલાદરાના રિક્ષાચાલક રાજુભાઈએ કપાસમાં નાખવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. રાજુભાઈએ રૂ.10 હજાર વ્યાજે લીધા હતા અને રૂ.1.40 લાખ ચૂકવી દીધા હોવા છતાં મિહિર તેમને ધમકી આપી, માર મારી અને પૈસા લૂંટી ત્રાસ આપતો હતો. પોલીસે મિહિર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજુભાઈએ અંતિમ ચિઠ્ઠી લખાવી હતી, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે.