માળીયા નજીક યુવાનની છરીથી હત્યા.
માળીયા નજીક યુવાનની છરીથી હત્યા.
Published on: 22nd April, 2026

માળીયામાં ધૈર્ય હોટલ પાસે યુવાન અનિલ કંડિયાની હત્યા થઈ. મિત્ર વિવેક સાથે નાસ્તો કરવા ગયેલા અનિલ પર રૂપિયાની લેતીદેતી બાબતે હુમલો થયો. સારવાર દરમિયાન રાજકોટમાં અનિલનું મોત થયું. વિવેકને પણ ઈજા થઈ છે. હત્યા પાછળ ફાયનાન્સ પેઢીની સંડોવણીની શક્યતા છે, પોલીસે તપાસ શરૂ કરી.