રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા
રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા
Published on: 22nd April, 2026

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેમાં અમદાવાદ, અમરેલી અને કંડલામાં પારો ૪૧ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે હીટ સ્ટ્રોકના અનેક કેસો નોંધાયા છે, જ્યારે વડોદરામાં ગરમીને કારણે ગભરામણ થતાં એક કલાકમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. હવામાન વિભાગે ૧૪૯ વર્ષ બાદ દેશમાં સૌથી ભયાનક ગરમીની આગાહી કરી છે, જેમાં તાપમાન ૪૮ થી ૫૦ ડિગ્રી સુધી જઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની ગંભીર અસર વર્તાશે.