ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સમાં પોસ્ટલ બેલેટ મતદાન: ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સમાં પોસ્ટલ બેલેટ મતદાન: ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
Published on: 22nd April, 2026

ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સ ખાતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે પોસ્ટલ બેલેટથી મતદાન થયું. Election duty પરના Police, Home Guard અને GRD જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ હતી. મોટી સંખ્યામાં અધિકારીઓ અને જવાનોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું. પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી ફરજને કારણે મતદાન કેન્દ્ર પર હાજર ન રહી શકતા સુરક્ષા કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.