4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી:નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ
4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી:નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ
Published on: 22nd April, 2026

અમદાવાદના નવા નરોડામાં હોન્ડા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી ૨૩.૨૫ લાખની કિંમતના ૩૧ નવા વાહનોની ચોરી થઈ છે. ૧ એપ્રિલે સ્ટોક ગણતરી દરમિયાન ૩૦ એક્ટિવા અને ૧ બાઈક ઓછા જણાતા આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો. ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી અને ૧૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત હોવાથી ચોરી કરનાર અંગે રહસ્ય ઘેરાયું છે. નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા છે કે શો-રૂમમાંથી, જે દિશામાં શોધખોળ તેજ કરી છે.