ડોલવણમાં SOGનો સપાટો: 334 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
ડોલવણમાં SOGનો સપાટો: 334 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
Published on: 30th July, 2026

ડોલવણ તાલુકામાં NDPSના ગુનાઓમાં કડક કાર્યવાહી ઝુંબેશ હેઠળ SOG અને ડોલવણ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી 334 ગ્રામ ગાંજા સાથે મિલનકુમાર ડાહ્યાભાઈ પટેલ નામના યુવકને ઝડપી પાડ્યો. વરજાખણ ગામમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસને ગાંજો, મોબાઇલ ફોન, વજનકાંટો સહિત કુલ રૂ. 21,900નો મુદ્દામાલ મળ્યો. પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ જાહેર કર્યો છે અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.