ગોધરામાં બાઈક સવારે રાહદારીને ટક્કર મારતા પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા, સિવિલમાં દાખલ.
ગોધરામાં બાઈક સવારે રાહદારીને ટક્કર મારતા પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા, સિવિલમાં દાખલ.
Published on: 19th March, 2026

ગોધરાના સિમલા વિસ્તારમાં અજાણ્યા બાઈક સવારે નોકરી પૂરી કરી ઘરે જતા રાહદારી યુવકને ટક્કર મારી. યુવકને પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. મેરાજ પઠાણ નામના યુવકને અકસ્માત થતા આસપાસના લોકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી.