અમદાવાદના ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીર
અમદાવાદના ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીર
Published on: 13th September, 2026

અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની બેદરકારીથી BRTS કોરિડોરમાં બસ છોડી ભાગી જતાં ભારે હોબાળો મચી ગયો હતો. AMTS ડ્રાઈવરે BRTS કોરિડોરમાં રોંગ સાઇડમાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં BRTS ડ્રાઈવરો ઉગ્ર બન્યા હતા. આ કારણે જનમાર્ગ ટ્રાફિક અટકી ગયો હતો. બસ વચ્ચે જ છોડીને ડ્રાઇવર ફરાર થઈ જતાં મુસાફરોને હાલાકી પડી હતી. પોલીસ અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવવાની કવાયત હાથ ધરી હતી.