અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા
અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા
Published on: 13th September, 2026

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરી કરતી ગેંગના 3 સભ્યોને 2 ચોરાયેલી લોડિંગ રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાંથી ચોરાયેલી રિક્ષાઓ અંગે ફરિયાદો મળ્યા બાદ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ ઉર્ફે ડી.જે. કુરેશી અને મોહંમદ શકીલ અંન્સારી નામના આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 2,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.