53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવંત બતાવી બાયડમાં કરોડોની જમીન વેચી કૌભાંડ
53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવંત બતાવી બાયડમાં કરોડોની જમીન વેચી કૌભાંડ
Published on: 20th June, 2026

અરવલ્લી જિલ્લાના બાયડમાં જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા છગનભાઈ જીવણભાઈ પટેલ નામના ખેડૂતને કાગળ પર જીવંત કરી, તેમના નામે કરોડો રૂપિયાની જમીનનો પાવર ઓફ એટર્ની કરી દઈ અમદાવાદના દિનેશભાઈ પટેલને વેચી દેવામાં આવી. આ કૌભાંડમાં નકલી વ્યક્તિને ઊભો કરી, ઉંમરના વિરોધાભાસ સાથે જમીનનો સોદો કરવામાં આવ્યો. આ કૌભાંડમાં સરકારી બાબુઓની સાંઠગાંઠની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. SIT તપાસની માંગ સાથે કડક કાર્યવાહીની અપીલ કરાઈ છે.