ફેસબુક ફ્રેન્ડશીપ બાદ વેપારી સાથે મલેશિયાના નામે રૂ.2.71 લાખની ઓનલાઇન ઠગાઈ
ફેસબુક ફ્રેન્ડશીપ બાદ વેપારી સાથે મલેશિયાના નામે રૂ.2.71 લાખની ઓનલાઇન ઠગાઈ
Published on: 12th September, 2026

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક વેપારી સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના બહાને રૂ.2.71 લાખની ઠગાઈ થઈ છે. ફેસબુક પર 'CLUB Elite 21' નામની સ્કીમમાં મલેશિયામાં રહેતી યુવતીએ કમિશનની લાલચ આપી આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. વેપારીએ શરૂઆતમાં કરેલા રોકાણ પર ફાયદો થતાં વિશ્વાસ બેઠો હતો, પરંતુ ત્યારબાદ મોટી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ યુવતી સંપર્કવિહીન થઈ ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.