FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી
FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી
Published on: 21st June, 2026

વડોદરામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતી વિવાદિત અને બદનામી થાય તેવી પોસ્ટ મૂકી ન્યાયમંદિરના એક વેપારી પાસે ખંડણી માગનાર બે શખ્સ સામે કારેલીબાગ પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર રહેતા અને સાયકલની દુકાન ધરાવતા ઇસ્માઇલ મોહંમદહુસેન તૈયડીવાલાએ પોલીસને કહ્યું છે કે, ગઇ તા. ૧૪મી જૂને આરીફ સૈયદના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ જોઇ હતી.જેમાં તાજેતરની ચૂંટણીનો ઉલ્લેખ કરી ટ્રસ્ટી અને આગેવાન સામે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મારું પણ નામ લખવામાં આવ્યું હતું.