અમદાવાદ પૂર્વ ઝોનમાં સરકારી સીલ માત્ર દેખાડો, ભૂમાફિયાઓના 'કાગળના વાઘ'!
અમદાવાદ પૂર્વ ઝોનમાં સરકારી સીલ માત્ર દેખાડો, ભૂમાફિયાઓના 'કાગળના વાઘ'!
Published on: 20th June, 2026

AMC પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર દેખાડો છે, જે જનતાને મોતના મુખમાં ધકેલી રહી છે. તાજેતરમાં ઓઢવમાં થયેલી ગેરરીતિ બાદ, પૂર્વ ઝોનના એસ્ટેટ અને TDO વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. અહીં 'સીલ' મારવાની પ્રક્રિયા માત્ર વહીવટી સંતોષ અને જનતાની આંખમાં ધૂળ નાખવાનું નાટક સાબિત થયું છે. શેડ નં-336નું ઉદાહરણ જુઓ, જ્યાં બે વખત સીલ મારવા છતાં, હાઈ-ટેન્શન લાઈન નજીક ગેરકાયદે બાંધકામ બેખૌફ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, વહીવટી ગોઠવણોમાં પણ નિયમોનું ઉલ્લંઘન થતાં, અધિકારીઓની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે.