અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા
અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા
Published on: 20th June, 2026

અમદાવાદ LCB ઝોન-1એ મંદિરો અને જૈન દેરાસરોમાંથી પરત ફરતા લોકોને નિશાન બનાવતી ચેઇન સ્નેચર્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે. નવરંગપુરામાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે 500થી વધુ CCTV ફૂટેજ તપાસી 10 દિવસની દેખરેખ બાદ બે આરોપી પંકજ પરમાર અને લક્ષ્મણસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં થયેલા 6 ગુનાઓ કબૂલ્યા છે. પોલીસે ₹2.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરાયેલા દાગીના ખરીદવાના આરોપસર આશાબહેન ઠક્કરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.