પરિણીતાના ફોટો સાથે ફેક Instagram ID બનાવી બદનામ
પરિણીતાના ફોટો સાથે ફેક Instagram ID બનાવી બદનામ
Published on: 12th September, 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના Instagram ફોટોનો ઉપયોગ કરીને ફેક ID બનાવી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા વ્યક્તિએ પરિણીતાના ફોટો પર તેનો મોબાઇલ નંબર અને અશ્લીલ લખાણ લખી વીડિયો વાયરલ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં રહેતી તેની નાની બહેને વીડિયો જોઈને પરિણીતાને જાણ કરતાં આ સમગ્ર મામલો સામે આવ્યો. પરિણીતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને IP Address દ્વારા આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.