સ્પેનમાં વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા
સ્પેનમાં વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા
Published on: 13th September, 2026

વડોદરાના બળવંતસિંહ પરમારને સ્પેનમાં નોકરી અપાવવાના નામે ૯.૫૦ લાખની ઠગાઇ થઇ છે. એજન્ટોએ વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા આપ્યા અને સ્પેન પહોંચ્યા બાદ વધુ પૈસા માંગ્યા. ધમકીઓ મળતાં તેમને ગુરુદ્વારા અને રેલવે સ્ટેશન પર રહેવું પડ્યું. તેમણે એજન્ટ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોલ્ડ લોન લઈને પૈસા ચૂકવ્યા બાદ પણ ઠગાઈ થતાં તેઓ માંડમાંડ ઘરે પરત ફર્યા.