23 વર્ષ બાદ રવિ પૂજારી ગેંગનો સભ્ય મુંબઈથી ઝડપાયો
23 વર્ષ બાદ રવિ પૂજારી ગેંગનો સભ્ય મુંબઈથી ઝડપાયો
Published on: 30th September, 2026

વડોદરા ગ્રામ્ય એસઓજીએ મુંબઈના બાંદ્રામાંથી રવિ પૂજારી ગેંગના કુખ્યાત સભ્ય રમેશ કિટ્ટા પુજારીને 23 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 2003માં કરજણ નજીક ટ્રકચાલકને Chaku બતાવી 12.63 લાખ રૂપિયાની તાંબાની કૉયલ લૂંટી ફરાર થયો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, તે આંતરરાજ્ય ગેંગનો સભ્ય છે અને તેની સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લૂંટ, હત્યાના પ્રયાસ અને હથિયાર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે.