મહુવા તાલુકાના વાંગર ગામમાં બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ છરી અને પાઇપથી મારામારી
મહુવા તાલુકાના વાંગર ગામમાં બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ છરી અને પાઇપથી મારામારી
Published on: 26th August, 2026

મહુવા તાલુકાના વાંગર ગામે અગાઉની બોલાચાલીની દાઝે બે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. ઉત્તમભાઈ રમેશભાઈ શિયાળે મેહુલ વશરામભાઈ સાંખટ સામે છરી અને ઢીકાપાટુથી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે મેહુલભાઈ વશરામભાઈ સાંખટે ઉત્તમભાઈ રમેશભાઈ શિયાળ સામે લોખંડના પાઇપ વડે માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે. મહુવા ગ્રામ્ય પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.