૧૫ વર્ષની સગીરા ગુમ: એક સપ્તાહ બાદ પણ પોલીસ તપાસ ઢીલી
૧૫ વર્ષની સગીરા ગુમ: એક સપ્તાહ બાદ પણ પોલીસ તપાસ ઢીલી
Published on: 13th September, 2026

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરા એક સપ્તાહથી ગુમ છે. પરિવારના આક્ષેપ મુજબ, ૨૩ વર્ષીય અતુલ સોલંકી નામનો યુવક તેને લાલચ આપી ભગાડી ગયો છે. ૨૩ વર્ષના અતુલ સોલંકી વિરુદ્ધ ૫ સપ્ટેમ્બરે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એક સપ્તાહ વીતી જવા છતાં સગીરાનો કોઈ પતો ન લાગતાં પરિવાર ચિંતિત છે. આજે પરિવારે આરોપીના પોસ્ટર સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી વહેલી તકે સગીરાને શોધવાની માગ કરી. વકીલે પોલીસ તપાસમાં ઢીલાશનો આક્ષેપ કર્યો.