સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય
સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય
Published on: 08th July, 2025

બિહાર સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામતની મર્યાદા 35 ટકા કરી છે. આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારો માટે જ લાગુ થશે. અગાઉ આ અનામત બહારની મહિલાઓ માટે પણ ઉપલબ્ધ હતી, પરંતુ હવે DOMICILE નીતિ ફક્ત બિહાર રાજ્યની મહિલાઓ માટે લાગુ કરવામાં આવી છે. CM નીતિશ કુમારની NDA સરકારે આ નિર્ણય કેબિનેટ બેઠકમાં લીધો છે. આ નિર્ણયથી બિહારની મહિલા ઉમેદવારોને સરકારી નોકરીઓમાં 35 ટકા RESERVATION મળશે.