50 લાખ પગાર માટે 1000 અરજી... સિમ્પલ ટાસ્ક છતાં ઉમેદવારોએ કંપનીને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો
50 લાખ પગાર માટે 1000 અરજી... સિમ્પલ ટાસ્ક છતાં ઉમેદવારોએ કંપનીને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો
Published on: 02nd July, 2025

બેંગલુરુની એક Startup કંપનીના CEOએ ભારતમાં ટેલેન્ટની અછત વિશે વાત કરી છે. IIT રુડકીના ઉમેશ કુમાર યાદવે X પર પોસ્ટ કરી જણાવ્યું કે કંપનીએ આપેલા સિમ્પલ ટાસ્ક માટે પણ અરજદારો ટેલેન્ટનો ઉપયોગ કરવાને બદલે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે, ભલે 50 લાખની નોકરીની ઓફર હોય. તેઓ કહે છે કે ભારતીયો ટેલેન્ટેડ હોવા છતાં ટેલેન્ટની ગંભીર સમસ્યા છે. આ બાબત ભારતમાં ટેલેન્ટની ઉપલબ્ધતા અને તેના યોગ્ય ઉપયોગ વિશે પ્રશ્નો ઉભા કરે છે.