ગાંધીનગર: રાજ્યમાં ખાતર વેચાણમાં ગોટાળા, અસામાન્ય જથ્થો વેચાયો, તપાસ શરૂ.
ગાંધીનગર: રાજ્યમાં ખાતર વેચાણમાં ગોટાળા, અસામાન્ય જથ્થો વેચાયો, તપાસ શરૂ.
Published on: 04th August, 2025

રાજ્યભરમાં ખાતર વેચાણમાં ગોટાળા થતા IAS અધિકારીને તપાસ સોંપાઇ; જામનગર અને ભાવનગરમાં પ્રતિબંધ છતાં યુરિયા વેચાયું. Gujarat Fertilizers Dealers એસો. અને Onion Growers ફેડરેશન પાસે મંજૂરી ન હોવા છતાં વેચાણ થયું. 2024ની સરખામણીએ 40-65% વધુ જથ્થો વેચાયો. 10 જિલ્લાના 37 ડીલરોને નોટિસ. ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર 079-23256080 સાથે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ પગલાં લેવાયાં.