રાજકોટ મનપાની યોજનાથી 34035 ફેરિયા બન્યા વેપારી
રાજકોટ મનપાની યોજનાથી 34035 ફેરિયા બન્યા વેપારી
Published on: 31st August, 2026

રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરી ફેરિયા યોજના હેઠળ NULM - સેલ દ્વારા નાના ફેરિયાઓને રોજગારી માટે 10 હજારથી 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 34035થી વધુ લોકોએ લોન લઈને પોતાના વ્યવસાયનો વિકાસ કર્યો છે અને ફેરિયામાંથી વેપારી બન્યા છે. PM સ્વાનિધિ યોજના અંતર્ગત, લાભાર્થીઓને સિક્યુરિટી વિના તબક્કાવાર લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કો રૂ.15000, બીજો રૂ.25000 અને ત્રીજો રૂ.50000નો સમાવેશ થાય છે. માધુરીબેન જેવા અનેક લાભાર્થીઓએ આ લોનનો લાભ લઈને સફળતા મેળવી છે.