મહેસાણાના મોઢેરા રોડ પર 80 મીટર વિસ્તારમાં ફૂટપાથની પહોળાઈમાં ઘટાડો
મહેસાણાના મોઢેરા રોડ પર 80 મીટર વિસ્તારમાં ફૂટપાથની પહોળાઈમાં ઘટાડો
Published on: 31st August, 2026

મહેસાણાના મોઢેરા ચોકડીથી જીઆઈડીસીના બીજા ગેટ સુધી રોડસાઇડ આઇકોનિક કામગીરીમાં મનપા તંત્ર અને એજન્સીને મુશ્કેલી પડી રહી છે. ફૂટપાથ અને યુટિલિટી માટે ખૂબ જ ઓછી જગ્યામાં કામગીરી કરવામાં પડકારો આવી રહ્યા છે. વિશ્વકર્મા વાડી સુધી સમાંતર ફૂટપાથ માટે કરાયેલા ખોદકામ બાદ, એક હેલ્થકેર કંપનીની દીવાલ યથાવત રાખીને તેની આગળ કામગીરી કરાઈ રહી છે. આ ભેદભાવ અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રભુનગર સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ લાઈનમાં હોવા છતાં દૂર કરાઈ નથી, પરંતુ સોસાયટીની સંમતિથી અંદર એજ વોલ બન્યા બાદ તેને દૂર કરાશે.