નવસારીના ખંભલાવમાં રખડતા ઢોરો માટે ખુલ્લી જગ્યા
નવસારીના ખંભલાવમાં રખડતા ઢોરો માટે ખુલ્લી જગ્યા
Published on: 31st August, 2026

નવસારી શહેરના રખડતા ઢોરોને પ્રથમવાર ખંભલાવ ખાતે પ્રમાણમાં સુરક્ષિત અને સારા વાતાવરણમાં આશરો મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા વકરી રહી હતી, પરંતુ હવે મનપા દ્વારા પાંજરાપોળના નિર્માણ બાદ સ્થિતિ સુધરી છે. અહીં ઢોરો માટે ખુલ્લી જગ્યા, ચારો, પાણી માટે હવાડો અને વરસાદ-ગરમીથી બચવા શેડની સુવિધા છે. હાલ 200 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે, જેની ક્ષમતા 800 થી વધુ છે. ભવિષ્યમાં સ્ટાફ અને અન્ય સુવિધાઓ વધારવાનું આયોજન છે.