વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં પ્રચંડ ઘટાડો
વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં પ્રચંડ ઘટાડો
Published on: 31st August, 2026

MCX વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં 2641 રૂપિયા અને ચાંદીના ભાવમાં 3665 રૂપિયાનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવતા આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. સોનું 153640.00 રૂપિયા સુધી નીચું ગયું, જ્યારે ચાંદી 240000 ની માનસિક સપાટી તોડી 238809.00 રૂપિયા સુધી પહોંચી ગયું.