સાબરમતી કિનારે 80 ફૂટ ઊંચાઈએ 300 વર્ષ જૂના કુંભેશ્વર મહાદેવ મંદિરના 64 પગથિયાં
સાબરમતી કિનારે 80 ફૂટ ઊંચાઈએ 300 વર્ષ જૂના કુંભેશ્વર મહાદેવ મંદિરના 64 પગથિયાં
Published on: 31st August, 2026

ગાંધીનગરના કોબા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આવેલું 300 વર્ષ જૂનું કુંભેશ્વર મહાદેવ મંદિર નદીથી 80 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. અહીં પહોંચવા માટે 64 પગથિયાં ચડવા પડે છે. ચૂના અને ઈંટોથી બનેલા આ પ્રાચીન મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા-અર્ચના થાય છે. પ્રાચીન સમયમાં આ સ્થળ જંગલ વિસ્તારમાં હતું. હાલ નદીમાં પાણી ન હોવાથી ભક્તો ગામ તરફથી મંદિરે પહોંચે છે. મંદિરના જીર્ણોદ્ધારમાં મોરબીના રાજા લખધીરજી મહારાજ અને અમદાવાદના શેઠ નંદલાલ બોડીવાલાએ દાન આપ્યું હતું.