જન્માષ્ટમી ઉત્સવ માટે ગુજરાતના અનેક જિલ્લાઓથી દ્વારકા જતા ભક્તો માટે એકસ્ટ્રા બસ સુવિધા
જન્માષ્ટમી ઉત્સવ માટે ગુજરાતના અનેક જિલ્લાઓથી દ્વારકા જતા ભક્તો માટે એકસ્ટ્રા બસ સુવિધા
Published on: 31st August, 2026

જામનગર ST વિભાગ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકા આવતા ભક્તો માટે એકસ્ટ્રા બસ સુવિધાનું આયોજન કરી રહ્યું છે. તા. 2 થી 6 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. મુસાફરો તા. 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન એડવાન્સ બુકિંગ કરાવી શકશે. 51 થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર પણ એકસ્ટ્રા બસની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ જાહેરાત વિભાગીય નિયામક જાડેજા દ્વારા કરવામાં આવી છે.