મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર બંધ પાળવામાં આવ્યો.
મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર બંધ પાળવામાં આવ્યો.
Published on: 22nd February, 2026

મોરબીમાં સોની વેપારી જતીનભાઈની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની સમાજ દ્વારા હડતાલ પાડવામાં આવી. જિલ્લાની તમામ જ્વેલર્સની દુકાનો બંધ રાખી વેપારીઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી. હત્યારાને સજાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. લગ્નસરાની સીઝનમાં દુકાનો બંધ રહેતા ખરીદી અટકી. ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. સમગ્ર ગુજરાતના સોની સમાજમાં રોષ જોવા મળ્યો.