કલેક્શન ડ્રાઈવમાં રૂ.26.14 કરોડની વસુલાત, બાકી લેણાં વસૂલવા PGVCL એક્શન મોડમાં.
કલેક્શન ડ્રાઈવમાં રૂ.26.14 કરોડની વસુલાત, બાકી લેણાં વસૂલવા PGVCL એક્શન મોડમાં.
Published on: 21st February, 2026

ભાવનગર PGVCL સર્કલમાં વીજળી બિલ ન ભરનારા ગ્રાહકો પાસેથી ડિસેમ્બર-2025થી બાકી રકમની વસુલાત માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. ફેબ્રુઆરી-2026માં PGVCL ની કાર્યવાહીથી 87435 ગ્રાહકો પાસેથી રૂ.26.14 કરોડની વસુલાત, અને 2644 ગ્રાહકોના વીજ જોડાણ કપાયા. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં કલેક્શન ડ્રાઈવ વધુ સઘન બની.