ટેકાના ભાવે ખરીદીમાં નવી વ્યવસ્થા, સેટેલાઈટ ક્રોપ સર્વે અને જમીન માપણીની ભૂલો અંગે ખેડૂત નેતાની રજૂઆત.
ટેકાના ભાવે ખરીદીમાં નવી વ્યવસ્થા, સેટેલાઈટ ક્રોપ સર્વે અને જમીન માપણીની ભૂલો અંગે ખેડૂત નેતાની રજૂઆત.
Published on: 05th September, 2025

ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ ટેકાના ભાવે ખરીદીમાં નવી વ્યવસ્થા અંગે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. સરકારે કૌભાંડ રોકવા ક્રોપ સર્વે સેટેલાઈટ ઇમેજ સિસ્ટમ દાખલ કરી છે, પરંતુ જમીન માપણીની ભૂલોથી મુશ્કેલીઓ વધી છે. ઘણા ખેતરો અન્યના નામે નોંધાયેલા છે. સરકારે 87,000 ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા, જેમાં તુવેર, ચણા અને રાયડાના ખેડૂતો શામેલ છે. સેટેલાઈટ ઇમેજ સમયે ખેડૂતો ખેતરમાં પાક બતાવી શકતા નહોતા.