ઇક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટ્યો: યુનિક ઇન્વેસ્ટર્સમાં ફક્ત 5%નો વધારો.
ઇક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટ્યો: યુનિક ઇન્વેસ્ટર્સમાં ફક્ત 5%નો વધારો.
Published on: 30th July, 2025

ઇક્વિટી બજારમાં અસ્થિરતાને લીધે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ ઘટ્યું છે. કેલેન્ડર વર્ષ 2025માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ ધીમી પડી છે. પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર 5.2%નો વધારો થયો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 12% હતો. યુનિક રોકાણકારોની ગણતરી પાન કાર્ડ દ્વારા થાય છે.