યુદ્ધ 1 મહિનો ચાલશે તો સૌરાષ્ટ્રને રૂ. 3500 કરોડનું નુકસાન, ઉદ્યોગો અને ખેતપેદાશનું સરવૈયું.
યુદ્ધ 1 મહિનો ચાલશે તો સૌરાષ્ટ્રને રૂ. 3500 કરોડનું નુકસાન, ઉદ્યોગો અને ખેતપેદાશનું સરવૈયું.
Published on: 02nd April, 2026

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના એક મહિના બાદ સૌરાષ્ટ્રના નિકાસ-આયાત ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડી અને લાલ સમુદ્ર જેવા મહત્વના જળમાર્ગો જોખમી બનતા શિપિંગ કંપનીઓએ 'વોર રિસ્ક સરચાર્જ' લાદ્યો છે, જેનાથી નૂર ભાડામાં ૨ થી ૩ ગણો વધારો થયો છે. ખાસ કરીને યુરોપ જતા જહાજોને હવે આફ્રિકાના 'કેપ ઓફ ગુડ હોપ' ફરીને જવું પડતું હોવાથી ૬,૦૦૦ કિમીનું અંતર અને ખર્ચ બંને વધ્યા છે. જો આ સ્થિતિ વધુ એક મહિનો ચાલશે, તો સૌરાષ્ટ્રના અર્થતંત્રને ₹૩,૫૦૦ કરોડથી વધુનું ફટકો પડી શકે તેમ છે.