ગુજરાતમાં આજેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થશે.
ગુજરાતમાં આજેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થશે.
Published on: 23rd March, 2026

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર દ્વારા ખરીદી માટેનું આયોજન પૂર્ણ કરાયું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ખેડૂતો માટે પૂરતા ખરીદ કેન્દ્રો કાર્યરત છે. નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈ ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત થશે. આ વર્ષે પુષ્કળ ખેડૂતોએ ચણા અને રાયડાના વેચાણ માટે નોંધણી કરાવી છે. ખરીદ કેન્દ્રો SMS દ્વારા ખેડૂતોને અગાઉથી જાણ કરશે. આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન પ્રક્રિયા અમલમાં મુકાશે.