અમરેલીના કોલડા સહિત 6 ગામના જળાશયોમાં નવા નીર
અમરેલીના કોલડા સહિત 6 ગામના જળાશયોમાં નવા નીર
Published on: 22nd August, 2026

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ તાલુકાના કોલડા, નવા ઉજળા, મોટી કુંકાવાવ, નાજાપુર, રામપુર અને તોરી ગામોની મુલાકાત લીધી. ઉનાળામાં તળાવો ઊંડા કરવાની યોજનાના કારણે આ ચોમાસામાં થયેલા સારા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમંત્રીએ પરંપરાગત રીતે જળપૂજન કર્યું. આ જળસંગ્રહથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે, કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો થશે, અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.