હરિયાણાના અંબાલામાં શીખો-ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ
હરિયાણાના અંબાલામાં શીખો-ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ
Published on: 14th August, 2026

હરિયાણાના અંબાલામાં શીખ-ખેડૂતો અને પોલીસ વચ્ચે ગંભીર અથડામણ થઈ, જેમાં અંબાલાના DSP વીરેન્દ્ર સિંહનો અંગૂઠો કપાઈ ગયો અને 6-7 પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ. આ અથડામણ 6 દિવસ પહેલા શીખ નેતા ગુરુસિમરન સિંહ મંડ પર થયેલા હુમલાના આરોપીઓની મુક્તિની માંગને લઈને થઈ હતી. પ્રદર્શનકારીઓએ દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે જામ કર્યો હતો, જેને ખોલવાના પોલીસના પ્રયાસ બાદ સ્થિતિ વણસી. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો.