IPL સ્ટાર અભિષેક પોરેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો!
IPL સ્ટાર અભિષેક પોરેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો!
Published on: 14th August, 2026

બંગાળ અને દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને ચિનસુરા કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા અને દુરવ્યવહારના આરોપોમાં ધરપકડ કરાયેલા પોરેલને અદાલતે જામીન આપવાનો ઇનકાર કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. 23 વર્ષીય પોરેલને મોગરા પોલીસે એક યુવતીની ફરિયાદના આધારે અટકાયતમાં લીધો હતો. આ પહેલાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કર્ણાટકની યુવતીએ પોરેલ સામે ફરિયાદ નોંધાવી હતી.