શ્રીલંકા સામે ભારતનો દબદબો જાળવશે નવા કેપ્ટન?
શ્રીલંકા સામે ભારતનો દબદબો જાળવશે નવા કેપ્ટન?
Published on: 14th August, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચેની આગામી ટેસ્ટ શ્રેણી નવા કેપ્ટન શુભમન ગિલ માટે મોટી કસોટી છે. છેલ્લા 11 વર્ષોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ શ્રીલંકાની ધરતી પર ભારતીય ટીમને અભૂતપૂર્વ સફળતા અપાવી છે. 2015 પછી શ્રીલંકા ભારત સામે એક પણ ટેસ્ટ જીતી શક્યું નથી. ગિલ સામે શ્રીલંકાની પિચો, જસપ્રીત બુમરાહની ગેરહાજરી, અને યુવા ટીમ સાથે રોહિત-વિરાટના વિજયી રેકોર્ડને જાળવવાનો પડકાર છે. મોટાભાગના ખેલાડીઓ પાસે ઓછો અનુભવ છે, જે ગિલ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.