શુભાંશુ શુક્લા જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા તેના વિશે જાણવા જેવું
Published on: 29th June, 2025
ભારતના શુભાંશું સહિત 23 દેશના 280 અવકાશયાત્રીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ની મુલાકાત લીધી છે, જેમાં અમેરિકાના સૌથી વધુ 169 લોકો છે અને રશિયા 63 અવકાશયાત્રીઓ સાથે બીજા ક્રમે છે. નવેમ્બર-2000 થી સ્પેસ સ્ટેશનમાં સતત અવકાશયાત્રીઓ હાજર હોય છે, જેમાં ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 6 અવકાશયાત્રીઓ એક સાથે હોય છે. ISS છ બેડરૂમના ઘર જેટલું મોટું છે, જેમાં બે બેડરૂમ, છ બેડ, એક જીમ અને 360 ડિગ્રી વિન્ડો વ્યૂ છે.