ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા
ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા
Published on: 28th June, 2025

નાણાકીય વર્ષ ૨૦૨૬માં લોન વૃદ્ધિ ૧૩ થી ૧૩.૫ ટકા થવાની શક્યતા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ કરતાં થોડી વધારે છે, એવું ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇન્ડ-રા)નું માનવું છે. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) અને રિટેલ ક્ષેત્રમાં મંદીને કારણે લોનની રચનામાં ફેરફાર થવાની ધારણા છે. જો કે, રેટિંગ એજન્સીને આશા છે કે પ્રાઇવેટ મૂડી ખર્ચ કોર્પોરેટ સેક્ટરના વિકાસને ટેકો આપશે અને આ ઘટાડાને સરભર કરશે.