Weather : રાજયમાં આજે કયાંક અતિભારે તો કયાંક હળવા વરસાદની આગાહી
Published on: 15th June, 2025
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. વરસાદની આગાહીની વાત કરીએ તો, 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે.