વડોદરાના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન ફૂંકાવાના કારણે રિક્ષા કાંસમાં ઉતરી ગઈ
Published on: 14th June, 2025
રાજકોટ, અમદાવાદ, નવસારી બાદ હવે વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાના કારણે વાઘોડિયા પારુલ યુનિવર્સિટી નજીક રિક્ષા વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી. જો કે સદનસીબે રિક્ષામાં કોઈ સવાર ન હતું, તેથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ગાજ વીજ અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે આણંદના પેટલાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Published at: June 14, 2025
Read More at સંદેશ