ભરૂચ: સમીસાંજે વાતાવરણ પલટા સાથે વરસાદી માહોલ જામ્યો
ભરૂચ: સમીસાંજે વાતાવરણ પલટા સાથે વરસાદી માહોલ જામ્યો
Published on: 15th June, 2025

ભરૂચ શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતી હતી જો કે કેટલાક સ્થળે સામાન્ય ઝરમર થયા બાદ વાદળો વિલિન થઈ જતા હતા. બીજી તરફ લોકો ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે લોકો આકાશમાં ચાતકની નજરે વરસાદ માટે મીટ માંડી બેઠા હતા. આ દરમિયાનમાં શનિવારે સમીસાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવવા સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી. સામાન્યઃ ભરૂચ જિલ્લામાં 20 થી 22 જુન બાદ ચોમાસુ બેસતુ હોય છે ત્યારે આ વખતે ચોમાસુ વહેલુ શરૂ થાય તેવી શકયતાઓ હવામાન વિભાગે વ્યકત કરી હતી. મોસમનો એકદંરે પહેલો વરસાદ વરસતા બાળકો, યુવાનો પહેલા વરસાદમાં પલરવા માટે બહાર નીકળી આવ્યા હતા. આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખેડૂતોએ પણ હાશકારો લીધો હતો.