Menu
Gondal: ગોંડલમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Gondal: ગોંડલમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Published on: 14th June, 2025

રાજકોટ તથા શહેરના આસાપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચારે બાજુ પાણી ભરાયા હતા. ગોંડલમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી છે. ગોંડલ રાજકોટ હાઇવે પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આશાપુરા, લાલપુલ, ઉમવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખોડીયાર નગર અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.