Menu
Weather Update: કેટલાક સ્થળોએ ભયંકર ગરમી અને કેટલાક ભાગોમાં મેઘરાજાની પધામણી
Weather Update: કેટલાક સ્થળોએ ભયંકર ગરમી અને કેટલાક ભાગોમાં મેઘરાજાની પધામણી
Published on: 09th June, 2025

દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ભારે વધારો જોઈ રહ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહયો છે. દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 જૂન પછી વરસાદની શક્યતા છે, જ્યારે પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. હરિયાણા અને આસપાસ સાઇક્લોનિકલ સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં ફેરફાર થશે. ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં વધારો થશે, લૂ અને ગરમીથી રાહત મળવી મુશ્કેલ છે.