Menu
અમદાવાદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કેટલાક વિસ્તારમાં ફૂંકાયો ભારે પવન
અમદાવાદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કેટલાક વિસ્તારમાં ફૂંકાયો ભારે પવન
Published on: 14th June, 2025

રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણ અચાનક બદલાયું છે અને મેઘરાજાએ આગમન કર્યું છે. અમદાવાદ શહેરમાં વટવા, ઈસનપુર, નારોલ, CTM વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં અડધા કલાકમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જસદણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેડૂતો માટે આ વરસાદ વાવણી માટે લાભદાયી સાબિત થયો છે અને નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી વિરુદ્ધ પ્રશ્નો ઊભા થયા છે.